મનોરંજન સાથે કાંઈક નવું શીખવા મળે – Infotainment. સેલ્સ કે એન્ટ્રપ્રેન્યોરશીપ માટે દસ સારા અંગ્રેજી ફિલ્મો

સેલ્સ અને માર્કેટિંગ: આ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો માટે ૧૦ એવા ફિલ્મ છે જે ઘણું બધું Infotainment આપે છે. દરેક ફિલ્મ ફક્ત મનોરંજન માટે નથી હોતી. એ મનોરંજન સાથે ઉપયોગી જ્ઞાન આપે છે. આ યાદીમાં અંગ્રેજી ફિલ્મોના રેફરન્સ છે.

આ લિસ્ટમાં નંબર આપ્યા છે એ રેન્ડમ છે. મારી દ્રષ્ટિએ દરેક નંબર વન છે.

0️⃣1️⃣ The Wolf of the Wall Street – 2013
એગ્રેસિવ ટીમ લિડર અને જબરદસ્ત મહાત્વાકાંક્ષી વ્યક્તિ કેવી રીતે સમગ્ર ટીમને એક દિશામાં પરિણામ માટે આગળ દોડાવતો રહે છે. ઝડપી સફળતા માટે શોર્ટકર્ટ્સ અને એના પરિણામ…..

હિરો: લિયોનાર્ડો દ કેપ્રીઓ

0️⃣2️⃣ The Social Network – માર્ક ઝકરબર્ગ અને ફેસબુક સ્ટોરી. જો તમારે ૫૦૦ મિલિયન લોકો સુધી પહોંચવું હોય તો ઘણાં દુશ્મનો પણ વચ્ચે આવશે.

હિરો: જેસી આઈઝનબર્ગ

0️⃣3️⃣ The Pursuit of Happiness – 2006

પ્રોફેશનલ નિષ્ફળતા, નાણાકીય રીતે બરબાદી, ડિવોર્સ, અને બાળકની કસ્ટડી મળે છે. આ પરિસ્થિતિમાંથી વગર પગાર બ્રોકિંગ વ્યવસાય સાથે જોડાઈને લોકોએ લગાવેલા લેબલ હટાવી આગળ વધે છે. કોઇનો આપણા માટેનો અભિપ્રાય એ આપણી વાસ્તવિકતા નથી. દરેકમાં ઊંચી ઉડાન ભરવા પુરેપુરી ક્ષમતા ભરી હોય છે. કોઈના નકારાત્મક વિચારો એ ક્યારેય નડતરરૂપ નથી હોતા.

હિરો: વિલ સ્મિથ

0️⃣4️⃣ Pirates of Silicon Valley – 1999
સિલિકોન વેલીના બે વિઝનરી સ્ટિવ જોબ્સ અને બીલ ગેટ્સ આ બન્ને પર આધારિત છે.

હિરો: નોઆહ વાઇલ (સ્ટિવ જોબ્સ) અને એન્થની માઈકલ હોલ (બીલ ગેટ્સ)

0️⃣5️⃣ Moneyball – 2011
સતત મહેનત એ હંમેશા સફળતાની ગેરન્ટી નથી, હા પણ એ મહેનત કારણે ક્યારેય કોઈ પ્રકારનો અફસોસ નહિ થાય. Art of winning an unfair game. રમતગમતના ક્ષેત્રમાં કોમ્પ્યુટર બેઝ્ડ સ્ટ્રેટેજીસ સાથે સફળતા માટે જે ટેક્ટીક્સ અપનાવે છે એ જબરદસ્ત છે.

હિરો: બ્રાડ પીટ

0️⃣6️⃣ Dead Poets Society – 1989
અંગ્રેજી પ્રોફેસર જ્યારે વિદ્યાર્થીઓને ઘરેડ તોડી બહારની દુનિયા એક્સપ્લોર કરવા પ્રેરણા આપે છે એનું આમાં નિરૂપણ છે. સામાન્ય રીતે મોટિવેશનલ સ્પિકર્સ કહેતા હોય કે થિંક આઉટ ઓફ ધ બોક્સ. એ વિચારસરણીમાં આમુલ પરિવર્તન એ પ્રોફેસર લાવે છે.

હિરો: રોબિન વિલિયમ્સ

0️⃣7️⃣ Thank you for Smoking – 2005
આમાં એક એવા નાના બાળકના પિતાની વાત છે જે સિગરેટ કંપનીઓના લોબિંગ માટે ૧૨ વર્ષથી કાર્યરત છે. એક તરફ આદર્શો અને બાળક માટે રોલ મોડેલ સ્થાપિત કરવાનું છે અને બીજી બાજુ પ્રોફેશનલ અભિગમ, કમિટમેન્ટ અને પરિણામલક્ષી પ્રયત્નો વધારવો આમ આ બે વચ્ચે લડતની વાત છે.

હિરો: એરોન એકહાર્ટ

0️⃣8️⃣ Wall street – 1987
એક જુનિયર સ્ટોક બ્રોકર જેમને આદર્શ માને છે એની સાથે કામ કરવા પાત્રતા કેળવવા ઘણી તૈયારી કરે છે, એ દરમ્યાન એમની ઘણી સિક્રેટ માહિતી મળે છે. એનો એ કેવી રીતે ઉપયોગ કરે છે એ વિષય પર વાત છે. આનો બીજો ભાગ Wall Street: Money Never Sleeps છે.

હિરો: માઈકલ ડગ્લાસ અને ચાર્લી શીન

0️⃣9️⃣ Boiler Room – 2000
એક કોલેજ ડ્રોપ આઉટ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં બ્રોકર તરીકે જોડાય છે અને સફળતા માટે સામ દામ દંડ ભેદ બધું જ અપનાવે છે. સફળતાની ભુખ એને કરપ્ટ બનાવી નાખે છે. એ ભ્રષ્ટ સિસ્ટમમાં ફસાતો જાય છે. અને પછીના પગલાં….

હિરો: જીઓવાની રીબીસી અને વિન ડિઝલ

1️⃣0️⃣ Jerry Maguire – 1996
સ્પોર્ટ્સ મેનેજર જેરી મેગ્વાયર નોકરી ગુમાવી બેઠો હોય છે અને એક ફુટબોલ ટીમના મેનેજર તરીકે ખુદને પુરવાર કરવા, એ કોન્ટ્રાક્ટ મેળવવાની સખત મહેનત દર્શાવે છે.

હિરો: ટોમ કૃઝ

Leave a Comment